મને આ સુહાની રાત બોલાવે ,
સાજિસ કોઈ હોય પ્રેમ ની , જાણે મને એમ બોલાવે..!
ચાંદી ની કિરણો થી આ કોનો હાથ બોલાવે,
સુંદર સપના નો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..!
*મને આ સુહાની રાત બોલાવે..*
કાળા વાદળોમાં છુપાવેલો , જાણે કોઈ ચહેરો બોલાવે,
રાત ની હોય રાણી , જાણે મને એમ બોલાવે..!
ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે,
પૂનમ નો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..!
*મને આ સુહાની રાત બોલાવે..*
ઝૂમતી આ ચંચળ હવા મારા કાનો માં કાંઈક એમ બોલે ,
ચલ રાત આવી છે મસ્તાની , જાણે મને એમ કહી બોલાવે..!
કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ *અમન* ને બોલાવે,
મિસરી જેવા મીઠાં હોંઠ ચાખવા જાણે મને એમ બોલાવે..!
*મને આ સુહાની રાત બોલાવે..*
ઇમરાન પઠાણ *અમન*
©imran pathan
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here