સૂનુ પડ્યું છે ફળિયું,
આવી કોઇ જગાવો!
રુમઝૂમતી ઝાંઝરીનો,
રવ કોઈ લઇને આવો.
સૂનુ પડ્યું..........
જે પાંચીકા હતા અે,
પથ્થર થઈ પડ્યા છે;
નાજુકડી અે હથેળીનો,
સ્પર્શ પાછો લાવો!
સૂનુ પડ્યું છે ફળિયું...
પગલા ભુંસાઈ ગ્યા છે,
યાદી હજી છે અકબંધ,
નાનકડા અે ચરણની,
પગલી ફરી પડાવો.
સૂનુ પડ્યું છે ફળિયું.....
કંઈક કહેવાને આવ્યો,
ઝાડે બાંધેલ હિંચકો
ઝૂલતુ નથી કોઈ પણ,
કોને તમે ઝુલાવો?
સૂનૂ પડ્યું છે ફળિયું.........
પંડ્યે ચડી જ્યાં પીઠી,
ત્યાં પારકી અે થઈ ગઈ.
કાળજુ કાઢી લઈ ગ્યો,
કેસરીયાળો સાફો.
સૂનુ પડ્યું છે ફળિયું.......
શીલા મૂકી હ્રદયપર ,
બસ અેટલું કહ્યું'તુ;
સુખેથી દિકરી બા,
તમે સાસરે સિધાવો.
સૂનુ પડ્યું છે ફળિયું, આવી કોઈ જગાવો;
રુમઝૂમતી ઝાંઝરીનો રવ કોઇ લઈને આવો.
✍️માન ગોહિલ "ખલાસી" વડોદરા
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here