થાય કેવી કોઈને ખોયા પછીની વેદના? આંખ બોલે કોઇમાં મ | ગુજરાતી શાયરી અને

"થાય કેવી કોઈને ખોયા પછીની વેદના? આંખ બોલે કોઇમાં મોહ્યા પછીની વેદના. સ્વપ્નના ડાઘા પડ્યાં છે અોશિકાની ખોળ પર, છે પુરાવા, આંખને ધોયા પછીની વેદના. રંજ અેને કાં નથી? મારા પણું જો હોય તો, કોણ જાણે આંસુને લોયા પછીની વેદના? સ્મિત આ નવપલ્લવિત લાગે જ દુનિયાને ભલા, આપ જો માણો જરા રોયા પછીની વેદના, આંખમાં ખુંચ્યા કરે તસવીર જેવું હોય તો, છે ખલાસી કોઈને જોયા પછીની વેદના! ©મનિષકુમાર ગોહિલ "ખલાસી""

 થાય કેવી કોઈને ખોયા પછીની વેદના?
આંખ બોલે કોઇમાં મોહ્યા પછીની વેદના.

સ્વપ્નના ડાઘા પડ્યાં છે અોશિકાની ખોળ પર,
છે પુરાવા, આંખને ધોયા પછીની વેદના.

રંજ અેને કાં નથી? મારા પણું જો હોય તો,
કોણ જાણે આંસુને લોયા પછીની વેદના?

સ્મિત આ નવપલ્લવિત લાગે જ દુનિયાને ભલા,
આપ જો માણો જરા રોયા પછીની વેદના,

આંખમાં ખુંચ્યા કરે તસવીર  જેવું હોય તો,
છે ખલાસી કોઈને જોયા પછીની વેદના!

©મનિષકુમાર ગોહિલ "ખલાસી"

થાય કેવી કોઈને ખોયા પછીની વેદના? આંખ બોલે કોઇમાં મોહ્યા પછીની વેદના. સ્વપ્નના ડાઘા પડ્યાં છે અોશિકાની ખોળ પર, છે પુરાવા, આંખને ધોયા પછીની વેદના. રંજ અેને કાં નથી? મારા પણું જો હોય તો, કોણ જાણે આંસુને લોયા પછીની વેદના? સ્મિત આ નવપલ્લવિત લાગે જ દુનિયાને ભલા, આપ જો માણો જરા રોયા પછીની વેદના, આંખમાં ખુંચ્યા કરે તસવીર જેવું હોય તો, છે ખલાસી કોઈને જોયા પછીની વેદના! ©મનિષકુમાર ગોહિલ "ખલાસી"

#વેદના #ખલાસી #મારીગઝલ

#zindagikerang

People who shared love close

More like this

Trending Topic