સ્વપ્ન ફળેને અેમ ફળી છે પીડા અમને,
શાને વારંવાર મળી છે પીડા અમને?
નાતો કોઈ હશે જૂનો કે વેરી છે આ?
હું અવળો છું કે અવળી છે પીડા અમને?
માંડ કરી મેં પંપાળીને સુવડાવીતી,
અાંખે થઈ શમણાં સવળી છે પીડા અમને.
અેમ વિચારી પ્યાલે નાખી પી જાવાની,
આખે અાખો જેમ ગળી છે પીડા અમને.
રોગ ભળે છે જેમ રગતમાં અેવી રીતે,
આવી આબેહૂબ ભળી છે પીડા અમને.
મોત "ખલાસી" ત્યારે કેવું સુંદર લાગે!
શ્વાસ થયા જ્યાં બંધ ટળી છે પીડા અમને.
©©મનિષકુમાર ગોહિલ "ખલાસી"
#Hopeless #પીડા #ગઝલ #ખલાસી