આ જગત આખું ભલે મગરૂર છે,
અેક જણ ગેબી નશામાં ચૂર છે!
તું ભલે નાદાન સમજે છે મને ,
તું જે સમજે છે મને મંજૂર છે.
આમ તો છે પગ તળે મંઝીલ અને,
તોય લાગે કે હજૂ બહું દૂર છે!
અેક, બે, ત્રણ, ચાર બોલો કેટલા?
હું ગણાવું આંકડા ભરપૂર છે.
આંખને સંયમ નડે છલકે નહી,
આંસુ નહિ પણ લાગણીના પૂર છે.
આજ માથે હાથ મા અે ફેરવ્યો,
અેટલે મારા વદન પર નૂર છે!
આજ દરિયા તું જરા સંભાળજે'
આ ખલાસી સાવ ગાંડો તૂર છે!
©ખલાસી
#ખલાસી #ગઝલ #ગેબી_નશો #ગાંડોતૂ્રછે
#lost