હતી જાણીતી જગ્યા, છતાં એ ભૂલો પડી ગયો
એ પોતાના સ્વભાવના, કારણે ખુલો પડી ગયો
ને પીડા એ વાત નથી, કે કેમ આવું બન્યુ તેની સાથે
હતો સાવ સામન્ય, છતાં બીજાથી જુદો પડી ગયો
વર્ષો આમને આમ વીતતાં ગયા, એક પછી એક
એ ત્યાં નો ત્યાં રહ્યો, ને સાવ ધીમો પડી ગયો
ને જાણ થઈ આખી પરિસ્થિતિની, ત્યાં સુધીમાં
એ પોતે જ પોતાનાથી, વિખૂટો પડી ગયો.....
જયકિશન દાણી
૩૧-૦૭-૨૦૨૪
©Jaykishan Dani
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here