***આગળ વધતા ગયા*** સફરમાં ઠોકરો ખાતાખાતા આગળ વધતા | ગુજરાતી કવિતા

"***આગળ વધતા ગયા*** સફરમાં ઠોકરો ખાતાખાતા આગળ વધતા ગયા કપડામાં થીગડા મારતામારતા આગળ વધતા ગયા ઘણા ઝખમ મળ્યા પણ અવગણ્યા બધાજ અંગતથી દાઝેલું ઠારતા ઠારતા આગળ વધતા ગયા ને નીકળી પડ્યા ત્યારે જાત સિવાય કશું નતું સાથે એટલે જાતને જ ચાહતા ચાહતા આગળ વધતા ગયા મોટી મોટી છલાંગ આમેય ક્યાં મારવી'તી અમારે અમે નાની નાની ડગ માંડતા માંડતા આગળ વધતા ગયા હા મૌનનો સથવારો હતો સફરમાં અમારી સાથે ખુદના મૌનને સાંભળતા સાંભળતા આગળ વધતા ગયા ટૂંકમાં નાનાથી મોટા ક્યારે થયા ખબર નથી રહી આમ ને આમજ વધતા વધતા આગળ વધતા ગયા જયકિશન દાણી ૨૨-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani"

 ***આગળ વધતા ગયા***

સફરમાં ઠોકરો ખાતાખાતા આગળ વધતા ગયા
કપડામાં થીગડા મારતામારતા આગળ વધતા ગયા

ઘણા ઝખમ મળ્યા પણ અવગણ્યા બધાજ 
અંગતથી દાઝેલું ઠારતા ઠારતા આગળ વધતા ગયા

ને નીકળી પડ્યા ત્યારે જાત સિવાય કશું નતું સાથે
એટલે જાતને જ ચાહતા ચાહતા આગળ વધતા ગયા

મોટી મોટી છલાંગ આમેય ક્યાં મારવી'તી અમારે
અમે નાની નાની ડગ માંડતા માંડતા આગળ વધતા ગયા

હા મૌનનો સથવારો હતો સફરમાં અમારી સાથે
ખુદના મૌનને સાંભળતા સાંભળતા આગળ વધતા ગયા

ટૂંકમાં નાનાથી મોટા ક્યારે થયા ખબર નથી રહી
આમ ને આમજ વધતા વધતા આગળ વધતા ગયા

જયકિશન દાણી 
૨૨-૦૧-૨૦૨૫

©Jaykishan Dani

***આગળ વધતા ગયા*** સફરમાં ઠોકરો ખાતાખાતા આગળ વધતા ગયા કપડામાં થીગડા મારતામારતા આગળ વધતા ગયા ઘણા ઝખમ મળ્યા પણ અવગણ્યા બધાજ અંગતથી દાઝેલું ઠારતા ઠારતા આગળ વધતા ગયા ને નીકળી પડ્યા ત્યારે જાત સિવાય કશું નતું સાથે એટલે જાતને જ ચાહતા ચાહતા આગળ વધતા ગયા મોટી મોટી છલાંગ આમેય ક્યાં મારવી'તી અમારે અમે નાની નાની ડગ માંડતા માંડતા આગળ વધતા ગયા હા મૌનનો સથવારો હતો સફરમાં અમારી સાથે ખુદના મૌનને સાંભળતા સાંભળતા આગળ વધતા ગયા ટૂંકમાં નાનાથી મોટા ક્યારે થયા ખબર નથી રહી આમ ને આમજ વધતા વધતા આગળ વધતા ગયા જયકિશન દાણી ૨૨-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani

#walkingalone ગુજરાતી કવિતા

People who shared love close

More like this

Trending Topic