neel

neel Lives in Anjar, Gujarat, India

શબ્દોમાં મારા ક્યાં વ્યાકરણ શોધવા જાશો સમજશો દિલની ભાષા તો નિલ ને સમજી જાશો follow me @ https://gujarati.pratilipi.com/user/ad1tm25k3e?utm_source=android&utm_campaign=myprofile_share

https://gujarati.pratilipi.com/user/ad1tm25k3e?utm_source=android&utm_campaign=myprofile_share

  • Latest
  • Popular
  • Repost
  • Video

a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે, શબ્દ  વ્હેતા  જાય  પાણી  જેમ  ને...પોરા મળે! અર્થ   શોધું   મીઠા   સંબંધો   તણા  હું  ભીતરે, ને... અહીંયા  તો  બધાં  માણસ  મને મોરાં મળે. ફળ  તો  દેખાતા  હશે  ચમકીલા  ને  રસદાર તે, ને.... બને  એવું  કે, તે  અંદરથી  જ  ખોરા મળે. લાખ   કોશિશો   કરો  સાચવવા  સંબંધો  અહીં, પણ.. અહીં તો જશને  માથે સૌને તો જોડા મળે. હોય  ક્યાં  છે આ  જગતમાં નીલ કાંઈ ખાનગી? વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે? ©neel

#gujarati #Anubhav #SunSet #gazal  a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે,
શબ્દ  વ્હેતા  જાય  પાણી  જેમ  ને...પોરા મળે!

અર્થ   શોધું   મીઠા   સંબંધો   તણા  હું  ભીતરે,
ને... અહીંયા  તો  બધાં  માણસ  મને મોરાં મળે.

ફળ  તો  દેખાતા  હશે  ચમકીલા  ને  રસદાર તે,
ને.... બને  એવું  કે, તે  અંદરથી  જ  ખોરા મળે.

લાખ   કોશિશો   કરો  સાચવવા  સંબંધો  અહીં,
પણ.. અહીં તો જશને  માથે સૌને તો જોડા મળે.

હોય  ક્યાં  છે આ  જગતમાં નીલ કાંઈ ખાનગી?
વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે?

©neel

green-leaves જે મહીં  વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં તલાશ  ખુદની  પછી  કેમ  થાય પુરી જીવતરમાં પડે  છે  નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં કરૂં છું  પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને પણ  ખુદ ના  કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં ભીતર  પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી ક્યાંથી મળે ધારા  અમૃતમય મારા આ ઘડતરમાં કાશ  થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો મળે ખરી શાંતિ  કોઈ વિરલાને કઈક મનવંતરમાં શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં ©neel

#GreenLeaves #gujarati #kavita  green-leaves જે મહીં  વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં
તલાશ  ખુદની  પછી  કેમ  થાય પુરી જીવતરમાં

પડે  છે  નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો
ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં

કરૂં છું  પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને
પણ  ખુદ ના  કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં

ભીતર  પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી
ક્યાંથી મળે ધારા  અમૃતમય મારા આ ઘડતરમાં

કાશ  થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે
શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં

આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો
મળે ખરી શાંતિ  કોઈ વિરલાને કઈક મનવંતરમાં

શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો
નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં

©neel

New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી! શું નશો છે એ અદાનો એ ન પૂછો મને, બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી. રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે, નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી. સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી, ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી. રતજગામાં નામ લેવાયો મહોબત થકી, જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી. આંખ આજે ના મળાવે નીલ એ ના સહી. હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#Newyear2025 #gujarati #gazal  New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી,
પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી!

શું નશો છે એ અદાનો એ ન પૂછો મને,
બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી.

રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે,
નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી.

સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી,
ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી.

રતજગામાં નામ લેવાયો મહોબત થકી,
જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી.

આંખ આજે ના મળાવે નીલ એ ના સહી.
હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel

#Newyear2025 #gazal #gujarati #life #Love

9 Love

Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે! ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે! ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે? ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે! વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી, પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે! મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ, ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે! થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે, એમ એના કામમાં કોઈ કચાસ તો મળે! બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત , હું કદમની પામુ આહટ, આભાસ તો મળે! નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા, આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે! નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે, ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે! - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#gujarati #leafbook #Anubhav #gazal  Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે!
ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે!

ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે?
ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે!

વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી,
પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે!

મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ,
ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે!

થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે,
એમ એના કામમાં કોઈ કચાસ તો મળે!

બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત ,
હું કદમની પામુ આહટ, આભાસ તો મળે!

નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા,
આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે!

નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે,
ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે!

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel

Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું... ©neel

#gujarati #Shaayari #library  Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં 
તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું...

©neel

#library #Shaayari #gujarati #Love #Life

8 Love

Unsplash ના દર્દ છે હવે કોઈ ખુશીઓથી ના તો ખુશીઓથી પણ કોઈ દર્દ છે બહુ જ લાચાર બનાવી નાખ્યો છે જિંદગીએ મને.... ©neel

#gujarati #Shaayari #Book  Unsplash ના દર્દ છે હવે કોઈ ખુશીઓથી ના તો ખુશીઓથી પણ કોઈ દર્દ છે
બહુ જ લાચાર બનાવી નાખ્યો છે જિંદગીએ મને....

©neel

#Book #Shaayari #gujarati #Life

12 Love

Trending Topic