a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે,
શબ્દ વ્હેતા જાય પાણી જેમ ને...પોરા મળે!
અર્થ શોધું મીઠા સંબંધો તણા હું ભીતરે,
ને... અહીંયા તો બધાં માણસ મને મોરાં મળે.
ફળ તો દેખાતા હશે ચમકીલા ને રસદાર તે,
ને.... બને એવું કે, તે અંદરથી જ ખોરા મળે.
લાખ કોશિશો કરો સાચવવા સંબંધો અહીં,
પણ.. અહીં તો જશને માથે સૌને તો જોડા મળે.
હોય ક્યાં છે આ જગતમાં નીલ કાંઈ ખાનગી?
વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે?
©neel
#SunSet #gazal #gujarati #Life #Anubhav