પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે,
શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે.
અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે
એની રાહ માં આખો દિવસ વિતાવે છે ,
ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે.
- ખુશી
પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો,
એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે,
ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની
શરૂઆત થાય છે.
અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની
જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે,
ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી,
કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે.
©khushboo shah
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here