White "આંખ ફોડી થોડી નખાય"
ભૂલ થાય આપણાની તો યાદ થોડી રખાય,
જો ધુળ પડે આંખમાં તો આંખ થોડી ફોડી નખાય.
ચાહવું કે ના ચાહવું એતો એની મરજી છે દોસ્ત,
દિવેલ છું ચાહકનો , ફૂંક મારી વાટ એમ ઓલવી થોડી નખાય.
લાગણીના ઉભરા તો આવે ને ગ્યાં કરે દોસ્ત,
ખાલી ખિસ્સું જોઈ ,મહોબ્બત ને એમ ઉતરડી થોડી નખાય .
ઝુલ્ફો આવે મુખ ઉપર ક્યારેક ક્યારેક આડી,
એમાં ગુલાબી ગાલની રોશનીને સંતાડી થોડી નખાઈ.
વ્યસનનો વિરોધી છું છતાં માચીસ રાખું છું ઈર્ષા ને સળગાવવા ,
નશો જો હોઈ લાગણીનો તો લતને એમ તરછોડી થોડી નખાય .
જેના માટે હતી જિંદગી , તે કફન માપીને લાવ્યા,
રાહ તો જો ,આંખને ઉતાવળથી બાળી થોડી નખાય .
@ રોહિત જોષી
©Rohit joshi
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here