I am in the search of ઈશ્વર તો મારે જોવો છે...
ભાળ મળે તો કે'જો વ્હાલા, ઈશ્વર તો મારે જોવો છે,
અટવાયા છે તાણાવાણા, ઈશ્વર તો મારે જોવો છે.
દોષ વગરનું બાળક જોઈ, કેમ મને ના સૂજ્યું કાંઈ?
પળમાં હસતું, પળમાં રડતું, એને ના અડતી બુરાઈ !
ત્યાગ કરીને કાવાદાવા, ઈશ્વર તો મારે જોવો છે.
શ્વાસ લઈને જીવ્યાં તોયે, કેદ કર્યાં ભીતર નિઃસાસા,
આસ હતી જેની પાસેથી, એ જ મને આપી ગ્યાં જાસા,
કેમ કરી પલટાવું પાસા? ઈશ્વર તો મારે જોવો છે.
પરવારીને બેઠાં ત્યા તો, સામે આખો ભવ દેખાતો,
નાહક નાહક છલકાવાનો, તાપ મને બહું કોરી ખાતો,
ભૂલ કરી ભારે પછતાણા, ઈશ્વર તો મારે જોવો છે.
@ મેહુલ ઓઝા, જામનગર.
...
©Mehul Oza
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here