White *ત્રિવેણી સંગમ*
આવ્યો શ્રાવણ માસ, ભક્તિ નો સંગમ,
ભકિતમાં ડુબીને રચીએ ત્રિવેણી સંગમ.
વખત વહી ગયો, આવ્યો રક્ષાબંધન,
મળીયે હેતે પ્રિતે ઉજવીએ રક્ષાબંધન.
એવો આવ્યો નાગપંચમી કેરો દિન રે,
સર્વ જીવોની રક્ષા કાજે પ્રતિજ્ઞા લે રે.
ભક્તિ પંથ છે પાવક સાધનાનો સંગમ,
મળ્યો મોકો જીવતરને ઉગારવા સંગમ.
રાંધણ છઠ્ઠ ને શીતળા સાતમ પ્યારી છે,
જન્માષ્ટમી પર્વે આનંદ ઉત્સાહ રહે છે.
ભાવના આ તો નંદઘેર આનંદ ભર્યો છે,
સાથે મળીને, રંગભરી ગુલાલ ઉડાડે છે.
ફિક્કી બેસ્વાદ જિંદગી બની જાય છે,
તહેવારો મીઠા ગુલકંદ જેવી લાગે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
©Bhavna Bhatt
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here