Village Life "મારું ગામ"
મારું ગામ તો છકરડામાંય આવે,
ને ધૂળનું કણ કણ મારા સ્વાગતમાં આવે.
બારણાને બારણાની સામે જોયા વગર ક્યાં ચાલે,
જો બંધ કરો બારણું તો બારસાખને આંસુ આવે.
એને વૈભવમાં બંધાવું ફાવતું નથી,
આસોપાલવના તોરણે જન્મ અને મરણ આવે.
હજુ આજ સુધી અભણ છે મારું ગામડું ,
'મા' ને એક રોટલો કહો તો બે લઈ આવે.
આંખના ટીપાંને પરસેવાના ટીપાં કહેતો બાપ,
એના કાપડની ધૂળ જાણે સોનામહોર લઈ આવે.
લાગણીને મડાગાંઠ પડી ગઈ એવી કે,
સ્મશાનની રાખ ઉડી ઊડી પાછી ગામમાં આવે.
@ રોહિત જોષી
©Rohit joshi
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here