જિંદગીથી જિંદગી જાલિમ બની ગઈ,
જિંદગી તું જર, જમીન જાગીર બનીગઈ.
ઘરમાં કાંઈ લાવું તો તારીખ આપું,
રોજ વાળી જિંદગી માસિક બની ગઈ.
હાથ મૂકીને ખભે કે છે જમી લો,
ત્યારથી આ જિંદગી આસિક બની ગઈ.
આ પહેલું સુખ એ જાતે નર્યા ભૂલી,
કાયા માયામા જ વિલીન બની ગઈ.
આયખું આખું આ એને નામ કરવું,
જિંદગી ઇચ્છાની જ્યાં માલિક બની ગઈ.
ડૉ. મહાદેવ પ્રજાપતિ
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here