White પ્યાર કરીલે પ્યાર કરીલે શું કોઈ તારો યાર નથી,
બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે કયાય બહાર નથી !
આલમ અજબ છે ઇશ્વરની એમા બુધ્ધિશાળી તમામ નથી,
થોડી બુદ્ધિવાળા થોડા અને ગાંડા ના કયાંય ગામ નથી !
નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી,
ધ્યેય વિનાનું જીવન જીવવું એમા તારો ઉધ્ધાર નથી !
દેતો સૌને તને પણ દેશે એનો શું તને ઈતબાર નથી,
સૌનું સુણે તારુ કાં ન સુણે તારા અંતર નો ઈ પુકાર નથી !
શેઠ આડતિયો મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી,
જેને જેટલુ તેટલુ જ તેને તલભાર વધુ દેનાર નથી !
ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો માંગ્યુ ઈ મળનાર નથી,
મનુશ્ય દેહ 'હિંગોળ' મળ્યો ઈ હરિ નો શું ઉપકાર નથી !
©ravi rabari
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here