સનમ તમે દીધેલા,જખમ મને ગમે છે.
પસંદ છે છટાઓ, લઢણ મને ગમે છે.
અમર નથી જ કોઈ બધા મરી જવાના
સત્ મારગે થયેલું મરણ મને ગમે છે
સદાય હાર મારી, તમે ગયા છો જીતી
છતાં હારથી મળેલું વલણ મને ગમે છે.
કદમ કદમ બિછાવ્યું દિલ રસતે તમારા
ઠોકર તમે જો મારી ચરણ મને ગમે છે.
કદી ન ચાહી કોમલ, રાહ જિંદગીની
'પ્રિયે ' જો સાથ ચાલે કઠણ મને ગમે છે.
©प्रकाश " प्रिये"
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here