NARSINH PRAJAPATI

NARSINH PRAJAPATI Lives in Idar, Gujarat, India

Teacher

  • Latest
  • Popular
  • Repost
  • Video
#શાયરી  તું સમજી શકે તો સમજાવ મને!!
છે જેનો, છતાંયે ભટકતો કેમ ફરે??

અંશ ગણો કે વંશ વર્ષોથી સચવાયો,
આ મૂરત એની એજ, કેમ રહે ??..

જગતના ખૂણે માનવ, રંગ રુપે અલગ!!
આ રંગ રુધિરનો એક, કેમ જડે??..

આ દેહ મનખો ભાડાનો, ચૂકવવું કોને??
છું ખરેખર જેનો,એનો થયો કે કેમ પણે??

બદલો શું ચૂકવી શકાય ધાવણનો??
જો ધરી શકાય માતૃત્વ, તો ધરપત તારી કેમ ટકે??..

©NARSINH PRAJAPATI

@Narsinhprajapati

72 View

#જીવન #Trip  *એમ જ બનેલા સંબંધ જાણે અતુટ,*
છતાંયે દૂર થવાની ભીતિથી વિસ્મય..

*સંબંધો યથાવત રહેશે નાતો છે સ્નેહનો,*
ભૂલાય કદી ક્યાં આ વાતો અવિરત..

*સ્મિત થી સ્મિત મળેલા વાગોળવાના સંસ્મરણો,*
આવન જાવન એક પ્રકૃતિ આજીવન..

*યાદ કરજો ફરી ખીલશે પુષ્પો Running books 📚ના,*
આ પાને પાને હિસાબ છે મિત્રતાના..

*'નિરવ' વાગોળતાં વાગોળતાં આંસુઓ સૂકાયા,*
*આ સુખનું દુઃખ હવે વતનમાં શોભાવ્યું (દટાયું)..*


💐સપ્રેમ💐
*_વ્હાલા જ્યોતિબેનને_*

*તમે હંમેશા આપણી Running books 📚ના સભ્ય તરીકે શોભાયમાન રહેશો.*🚗

©NARSINH PRAJAPATI

#Trip

132 View

વડલાની છાયામાં વર્ષોની વાત શી? જાણે ફર્યું જીવન છૂટેલી યાદ શી? અમસ્તાં જ બેઠેલા એ ઘડપણના ખુંખારે, પાંપણની ભાષામાં કહીએ એ નાત શી? રહ્યું છે હવે કંઈક બાકી અધરનું ઉધારે, મુખના બખોલામાં ગાલનો મલકાટ શી? વહી રહ્યું છે કંઈક એવું સમયનાં સંનાટે, જીવે છે હડોહડ એ સમજણની દાદ શી? વડવાઈ છે અનુભવની મૂળ છેક ભીતરે, 'નિરવ' એ સગપણના વડલાની ડાળ શી? @નરસિંહ પ્રજાપતિ 'નિરવ' ©NARSINH PRAJAPATI

#શાયરી #poem  વડલાની છાયામાં વર્ષોની વાત શી?
જાણે ફર્યું જીવન છૂટેલી યાદ શી?

અમસ્તાં જ બેઠેલા એ ઘડપણના ખુંખારે,
પાંપણની ભાષામાં કહીએ એ નાત શી?

રહ્યું છે હવે કંઈક બાકી અધરનું ઉધારે,
મુખના બખોલામાં ગાલનો મલકાટ શી?

વહી રહ્યું છે કંઈક એવું સમયનાં સંનાટે,
જીવે છે હડોહડ એ સમજણની દાદ શી?

વડવાઈ છે અનુભવની મૂળ છેક ભીતરે,
'નિરવ' એ  સગપણના વડલાની ડાળ શી?

@નરસિંહ પ્રજાપતિ 'નિરવ'

©NARSINH PRAJAPATI

#poem

12 Love

#SADFLUTE  આ વહેલી સવારની તડકી,
મધરાત ભરી બેઠી છે..

'નિરવ'નરસિંહ પ્રજાપતિ 🍂

વિરહ #SADFLUTE

157 View

#એ_રાધાનો_કાન_મીરાનો_થયો #કવિતા  એ રાધાનો કાન મીરાનો થયો!!..
Trending Topic