કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે.
કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે.
શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે
એ ગુગલ નહીં કહે.
ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે.
ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે.
સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે
એ ગુગલ નહીં કહે.
સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે
એ ગુગલ નહીં કહે...🎯
©RK
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here