કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે,
કોણ સાથ નિભાવશે એ ગુગલ નહીં કહે,
શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે,
ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે,
ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે,
સાથે છું કહીને પણ જેઓ સાથે નથી એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે,
સંબંધને મન ભરી માણી લેજો કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯
©RK
#RK