કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે
છેવાડે છેટ સંભળાય એની ધૂન રે
સામાન્ય જન કરે કંઈ તો કેહવાય એ કારનામા રે
માધવ તું કરે કંઈ તો કેહવાય એ તારી લીલા રે
મોરપીંછ તો સદાય તારે સિર શોભે રે
તે તો મોર ને પણ ક્યાં ઓછું આવવા દીધું રે
ઓળખાણ તારી તો કઈ રીતે આપવી રે
તારા તો કેટલાય નામ છે પણ આખરે તો તુ એક જ રે
સ્મરણ કરું દિવસ રાત તારું નામ રે
ઓછી પડે મને આ જિંદગી રે
રાખી લેજે લાજ મારી મારા રાજાધિરાજ રે
મુસીબત પણ આવતા મુંજાય જ્યાં લેવાય તારું નામ રે
માખણ ખાવા ભૂલો પડજે કોઈક વખત મારે આંગણે રે
ખૂલી જશે મારા જીવન ના ભાગ રે
કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે
©Riddhi Shukla
#Krishna #krishna_flute #krishna_love #Radhe #Radha #RadhaKrishna #kanudo