White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી ,
કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..!
કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી,
કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..!
કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી,
કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..!
કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી
કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..!
કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી ,
કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..!
ઇમરાન ખાન "અમન"
©imran pathan
#good_night