In 2019, i want to experience હિસાબ
કયારે દુધ ને છાશ પાસે હિસાબ માંગતા જોયું છે,તેનાથી તો દહીં બને છે, દુધ માત્ર સમાવેશ જ કરે છે..
પાંદડાંને ઝાકળ પાસે હિસાબ માંગતા જોયું,તે તો ઝાકળ ને સહારો આપે છે, પોતાની ઉપર.....
તમે સુર્ય ને હિસાબ માંગતા સાંભળ્યો,તે આખા જગત ને અંધકાર મુક્ત કરે છે,ને આપણે તો ભગવાન ને દસ રુપિયા ની વસ્તુઓ થી બનાવતા થઈ ગયા.....
ચંદ્ર ને કયારે તમે કયારે કહેતા સાંભળ્યું કે મારી શિતળતા નો હિસાબ લાવે,તે આપણા તન મન ને ઠારે છે,
ક્યારે તમે સ્ત્રી ને હિસાબ માગતા જોઈ,કે આખા દિવસ ની મજુરી મને આપો તે પુરુષ સાથે મળી ને પ્રેમરુપી બીજ ને વાવે છે,ને ઘરને પ્રેમ રુપી ફળ આપે,છે...
કયારે કોઈ સ્ત્રી એ માંગ્યો તેના પતિ પાસે હિસાબ,તે પુરુષ માં ઓગળી ને પોતાનું વર્ચસ્વ ભુલાવી પ્રેમ ને પોષે છે....
ક્યારે ધરતી ને હિસાબ માંગતા જોઈ ભાર ઉપાડવા નો તે જે વિસ્તાર પામે છે, તેમ સ્ત્રી નવ મહિના ભાર સહન કરી જીવ છુટો પાડે છે,પ્રેમ નુ વિસ્તરણ કરે છે.....
Shaimee oza
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here