White
// શું આવું મારી સાથે જ થાય છે? //
મેળવેલી ડીગ્રીઓ જોઈ ને હવે પછતાવો થાય છે,
નોકરી મેળવવા માટે ખૂબ ભટક્યો
પણ દરેક વખતે ચહેરા પર ઉદાસી છવાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ?
સરકારી પરીક્ષા માટે તૈયારી તો કરી,
પણ ક્યાંક પેપર ફૂટી જાય છે.
તો ક્યાંક નશીબ ફૂટી જાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ?
લગન નું તો હું વિચારું છું,
પણ લાગણી કરતાં માગણી વધે છે.
અને પ્રેમ કરતા પૈસો પૂજાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ?
સારા પ્રસંગો મા આનંદ કરવા જાઉં,
પણ લોકો દ્વારા મારી મજાક બનાવાય છે.
ક્યાંક મારી નોકરી વિશે,
તો ક્યાંક મારા લગ્ન ની વાતો થાય છે.
શુ આવું મારી સાથે જ થાય છે ?
©daksh
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here