કાળને છે નાથવાની ઝંખના,
શ્વાસને જીવાડવાની ઝંખના.
જિંદગીભર એટલે ફાવ્યો નહી,
એક પળમાં પામવાની ઝંખના.
માંગવાનું ફાવશે નહિ કોઈ`દી,
છે સદાયે આપવાની ઝંખના.
લોક બોલે, બોલવા દે એમને,
રાખ તું સ્વિકારવાની ઝંખના.
પ્રેમમાં પણ હોડ જામી છે હવે,
વાયદાઓ પાળવાની ઝંખના.
આમ તો બીજા કશાં સપનાં નથી,
બસ તને ખુશ રાખવાની ઝંખના.
રોજ અત્તર એટલે છાંટું પ્રશાંત,
ખુશ્બુ રૂપે ચાહવાની ઝંખના.
... પ્રશાંત સોમાણી
©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here