તને વરસાદ ના સમ છે ...
નિરજ સુખદેવ ભાઈ પટેલ
રંગનીલો અંબરનો ઢંકાઈ ગયો,
ક્ષણભરમાં એ કાળા વાદળે છવાઈ ગયો.
તારે ભિંજાવું પડશે, તને વરસાદ ના સમ છે.
મેઘતાંડવ ની તૈયારી થઇ રહી છે,
ઢેલ પણ મોરની સાથે ગાઈ રહી છે.
તારે ગાવું પડશે.તને વરસાદ ના સમ છે.
ઘેઘુરો અવાજ વાદળનો સંભળાય છે.
આ ભોમકા તારી તરસથી અકળાય છે.
તરસ થોડી રાખજે, તને વરસાદ ના સમ છે.
ક્ષણ ભંગુર અજવાળું, બહુ ડરામણું આ વીજનું .
થાશે વરસાદનું જ વધામણું, નહિ કરું હું ગાજવીજનું .
પ્રતિક્ષા કરજે તું, તને વરસાદ ના સમ છે.
બળવાન છે તાત ધરતીનો, ફિકર ના કોઇ ચીજની.
કરશે એ ધરા ફાડીને , ખેડ અષાઢી બીજની.
શ્રદ્ધા અડગ રાખજે, તને વરસાદ ના સમ છે.
મૂકી માજા વરસ્યો મેઘ, નાચે કળાયેલ મોર .
નિહાળ્યો મેં આહલાદક , સૃષ્ટિ પરનો શોર.
તારે મોહાવું પડશે, તને વરસાદના સમ છે.
મુ .દેલોલી
Mob.9326952697
9228186298
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here