તને, યાદ છે?
જ્યારે પહેલો વરસાદ આવતો,
મા થેપલા બનાવતી,
આપણે રમતા, રમતા ખાતા..
વરસાદ માં આપણે ભાઇ બહેન બધા,
ફળીયા મા નહાતા..
ગામ નું તળાવ છલકાઇ વળે ત્યારે,
આપણે તળાવ કાંઠે તરવા જાતા..
હું શાળા એ થી ઘરે એકલી આવતા ડરતી ,
વરસાદ નું પાણી વચ્ચે ભરાઇ જાય ત્યારે,
ભાઇ મને ખભે બેસાડી લઇ આવતો..
આ વરસાદ ઘણુ યાદ કરાવે છે,
મને તો યાદ છે, તને યાદ છે?
©Farida Desar...pratilipi writer . "FORAM"
#weather