અમારી પાસે
પૂછેલા દરેક સવાલના જવાબ છે અમારી પાસે
પહોંચીશું મંજિલે એવા ખ્વાબ છે અમારી પાસે
નથી કિનારાના માણસ અમે, મધદરિયે તરિશું
પુરુષાર્થ નામનો એક નવાબ છે અમારી પાસે
હાર કે જીત વિશે લાંબુ વિચારવાનો સમય નથી
છે કરેલા કર્મ અને તેના સવાબ છે અમારી પાસે
ને આ જ્ઞાનની વાતો અમથા નથી કરતા અમે
વડીલો પાસેથી મળેલી કિતાબ છે અમારી પાસે
નથી અભિમાન પણ હા ગર્વ તો રહેશે કાયમ
કારણ છે, ને કારણનો રૂઆબ છે અમારી પાસે
જયકિશન દાણી
૧૧-૦૫-૨૦૨૪
©Jaykishan Dani
અમારી પાસે