ખોવાયેલ છે એ દિવાળી
રાત જાગીને રંગોળી કરતા એ દિવાળી
કોના ઘરે સારો મુખવાસ છે એ અભિપ્રાય આપતા એ દિવાળી
ફટાકડાનો ભાગ પાડીને ઝઘડતા એ દિવાળી
ફોડતા બીક લાગતી છતાં હોશિયારી કરતા એ દિવાળી
રાત્રે ના ફૂટેલા ફટાકડા સવારે ગોતવા નીકળતા એ દિવાળી
નવા કપડાં પહેરી ઠાઠ જમાવતા એ દિવાળી
તમને યાદ છે એ દિવાળી ?
તમને મળે તો મને પણ બોલાવજો માણવા એ દિવાળી
©HARIBHAI GOHIL
#Diwali