*માણસ.* આજે માણસની અંદર ક્યાંક સંતાઈ ગયો છે માણ | ગુજરાતી કવિતા Video

"*માણસ.* આજે માણસની અંદર ક્યાંક સંતાઈ ગયો છે માણસ. આજે માણસની અંદર ક્યાંક લપાઈ ગયો છે માણસ. ચહેરેમહોરે લાગે છે માણસ એની ના નથી જરા પણ , લાલચ નામની બૂરી બલામાં એ ફસાઈ ગયો છે માણસ. વિચાર અને વાતની બાબતમાં માનવ છે એમ જ લાગે, આચરણની વાત મૂકોને એનાથી ભૂલાઈ ગયો છે માણસ. પદ,પ્રતિષ્ઠાને પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે એ, મહત્ત્વકાંક્ષાની મધલાળમાં કેવો ભરખાઈ ગયો છે માણસ. ઈશ્વરને પણ એ માને છે, પૂજે છે આસ્તિકના મહોરાથી, માનવતાની મૂડી ગુમાવીને જાણે કે નંખાઈ ગયો છે માણસ. - *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.* ©ચૈતન્ય જોષી "

*માણસ.* આજે માણસની અંદર ક્યાંક સંતાઈ ગયો છે માણસ. આજે માણસની અંદર ક્યાંક લપાઈ ગયો છે માણસ. ચહેરેમહોરે લાગે છે માણસ એની ના નથી જરા પણ , લાલચ નામની બૂરી બલામાં એ ફસાઈ ગયો છે માણસ. વિચાર અને વાતની બાબતમાં માનવ છે એમ જ લાગે, આચરણની વાત મૂકોને એનાથી ભૂલાઈ ગયો છે માણસ. પદ,પ્રતિષ્ઠાને પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે એ, મહત્ત્વકાંક્ષાની મધલાળમાં કેવો ભરખાઈ ગયો છે માણસ. ઈશ્વરને પણ એ માને છે, પૂજે છે આસ્તિકના મહોરાથી, માનવતાની મૂડી ગુમાવીને જાણે કે નંખાઈ ગયો છે માણસ. - *ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.* ©ચૈતન્ય જોષી

માણસ.

People who shared love close

More like this

Trending Topic