"આવે જ્યારે મળવા મને
મળવા આવે જ્યારે તુ મને
તો થોડો સમય લઈને આવજે
તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે
વેદના વ્યથિત તારી કર ભલે બધી
પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય
હળવો કરી તારા મન નો ભાર
સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે
આવે મને મળવા જ્યારે
તો થોડો સમય લઈને આવજે
- રિદ્ધિ શુક્લ
©Riddhi Shukla"