White જાજી તકની રાહે નથી બેસવું
છાંયડાની પાસે નથી બેસવું
ડૂબશું કે તરશું જોયું જશે
કિનારાની આશે નથી બેસવું
ઉજાગરા કેરી રાત મંજૂર છે
સ્વપ્નની સંગાથે નથી બેસવું
ધાર્યું ધણીનું થશે જાણું છું
પણ દુવાની કાજે નથી બેસવું
કપાળે હાથ દઈ નથી બેસવું
નસીબના વાંકે નથી બેસવું
પછી ક્યારેક સૂર્યાસ્ત માણીશું
ઢળતી સાંજે નથી બેસવું
છે સફર મારી ને મંજિલ મારી
હમસફરની વાટે નથી બેસવું
જયકિશન દાણી
૦૬-૦૧-૨૦૨૫
©Jaykishan Dani
motivational thoughts on success