પ્રેમની ઈચ્છા કે ઈચ્છાઓ ની કામના?
માણવાની મજા કે પામવા ના ઓરતા?
મન એ મહેચ્છાઓ ના પાળ્યા છે પોટલા,
આસમાન ને આંબવા આવ્યા છે દોડતા.
અચરજ નહિ સાગર ના સેંજળ ખુટયે પણ,
માણસ ના કોઈ દી પણ ના ખુટે છે ઓરતા.
કામનાઓ ની છે વાસના તો પ્રેમ નું નામ કેમ?
પ્રેમ માં તો 'રુદ્ર' હોય બસ ન્યોછાવર ની ભાવના.
- જય ત્રિવેદી ("રુદ્ર")
©Jay Trivedi
#Love #mr_trivedi