Unsplash એમ કીસ્સા કૈક અણધાર્યા બને છે.
સાદ પણ ક્યારેક ભણકારા બને છે,
સાવ ખાલી છે ગગન મારી નજરમાં,
તે છતાં વિજળીના ચમકારા બને છે.
વાદળો ગાજી રહ્યા યાદોના એની,
આંખ છલકાશે હવે વર્તારા બને છે.
સાવ પોતીકું સમજશો ત્યાં જ જોજો,
અંતમાં સગપણ તે નોંધારા બને છે.
એમ શીતળતા વસંતી ક્યાં મળે છે?
ખીલતા ફૂલો જ્યાં અંગારા બને છે.
રાહ કોઈ ક્યાંક જોતું પણ હશે શું?
કોણ અંગત, ખાસ ને પ્યારા બને છે!
નીલ એના મૌનનું પરિચય શું આપે?
જ્યાં સમય જોઈને સૌ સારા બને છે.
નિલમકુમાર બુધ્ધભટ્ટી
©neel
#camping #gazal #gujarati #life