એ જો કહે હા , તો વાત આગળ વધે
અટકી ગયેલી, રાત આગળ વધે
માત્ર એક ઈશારાની, છે જરૂર હવે
નજર મળે, ને જઝબાત આગળ વધે
તેમને જોતા, જોતો જ રહી ગયો બોલો
હવે જાય અહીંથી, તો ઈબાદત આગળ વધે
શબ્દોના ગોઠવણની જરૂર જ નથી, એમને
એ થોડું મલકાય, ને કાયનાત આગળ વધે
ને બંને તરફથી, લીલી ઝંડી મળી ગઈ છે
કોઈ એકાદ બીડું જડપે, તો નાત આગળ વધે
જયકિશન દાણી
૦૭-૧૧-૨૦૨૩
©Jaykishan Dani
#Light