White અમારી જગ્યા એ રહી જો જો
પુષ્પે આપેલું દર્દ દહી જો જો
છો સરિતા એટલે વહી શકાય છે
બનીને વિશાળ સમંદર વહી જો જો
ને શબ્દોના સહારે ઘણું કહી શકાય
એકવાર મૌન રહીને કહી જો જો
એટલે ઉજળા છો, છો સાથી સાથે
જો જો પછી એકલા રહી જો જો
ને કર્યો હોય ગૂનો તો નમવું પડે
ગૂનો કર્યા વગર સહી જો જો
જયકિશન દાણી
૨૪-૧૦-૨૦૨૪
©Jaykishan Dani
જો જો