સમજણ કેરો દરિયો આખો ઉલેચાઈ ગયો,
બાળીતી એની જાત આખી હોમાઈ ગયો.
ઘરમાં સૌને સાથે રાખ્યા પગભર કરવા,
મહેનતનો પરસેવો પાડી એ વેંચાઈ ગયો.
પાંખો મળતા ઉડ્યા પંખી જો આકાશે,
એમની ખુશી ને જોતા પણ હરખાઈ ગયો.
નાના છે એ, મારાં છે એ, એટલે ઘસાયો,
ફરજ હતી તોયે કહેતાં, ભઈ ઓળખાઈ ગયો.
મન મોટું રાખીને 'જય' અપમાન એ સહેતો,
મતલબની આ દુનિયા જોઈ હેબતાઈ ગયો.
પ્રેમ 💕 જય લીમ્બચીયા
પોર વડોદરા ૦૩.૦૧.૨૦૨૪
વતન - વરખડ રાજપીપલા
©Jay Limbachiya