White આકાશ
********
મારી અગાસીનું આકાશ
અનંત છે,
નજરની પહોંચ બહાર છે.
શિયાળે શીતળતા વરસાવતું,
ઉનાળે ઘણી ઉષ્ણતા..
પણ
શીઘ્રસ્નાતા જેવું
ચોમાસે રમણીય...
લાગે પોતીકું પોતીકું..
ઋતુઓથી રિસાય
તો
દશે દિશાએ
સાવ કોરા કાગળ જેવું ...
આંખોથી પીધા કરું એની રમણીયતા
મને ગમે છે
નિત્ય નૂતન
અગાસીનું
આકાશ...
-દિનેશ નાયક "અક્ષર"
©Nayak Dinesh
#moon_day