White એ દીવસે પણ રાંધણ છઠ્ઠ પછી ની શીતળા સાતમે ફૂટપાથ નજીક એક કાર આવી, ડ્રાઈવરે જમવાનુ ભરેલી થેલી એક બહેન અને બાળક ને આપી અને કાર નિકળી ગઈ.
થેલી માં ગઈકાલ ની બનાવેલી વાનગીઓ હતી, બાળકે કુતુહલતા થી માં ને પૂછ્યું માં આજે આટલું સરસ જમવાનું કેમ, માં એ કહ્યું શીતળા સાતમ હોય એટલે લોકો સારી વાનગીઓ આજે બનાવીને આવતી કાલે જમે.
બાળકે એક પૂરી મોઢા માં નાખી, અને બોલ્યો આપણે તો રોજ વાસી અને ગઈકાલ નું જ જમીએ છીએ, આપણે તો રોજ શીતળા સાતમ હોય હેં ને માં ??
માં એ એને છાતી સરસો ચાંપી દીધો.
©Vijay Gohel Saahil
#GoodMorning