White સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ.
આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ.
સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે.
આ બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે
પણ એ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે. માણસની અંદર કંઇ હોય તો એને જીવતું અને ધબકતું કરી શકાય, માણસને પોતાને જ કંઇ ન કરવું હોય તો એનું કંઈ ન થઇ શકે.
©writer Devang Limbani
#sad_shayari