કાગળ ને કલમનો, આભાર
શબ્દો રૂપી મલમનો, આભાર
અંતે આંખ ઊઘડી , સારું થયું
તમે આપેલ, ઝખમનો આભાર
સપના પૂરા થયા, બળ મળ્યું
ઝરૂખે જોયેલી સનમનો આભાર
મોહ લાલચ અસર નથી કર્યા
એટલે, મન મક્કમ નો આભાર
જાજી કોઈ આવડત વગર પહોંચ્યો
માનુ છું, પૂર્વ જનમનો આભાર
જયકિશન દાણી
૧૯-૧૦-૨૦૨૪
©Jaykishan Dani
આભાર