*ગુજરાત સ્થાપના દિન*
*૧લી મે ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા..*
આપણું ગુજરાત ને આપણો સ્વર ગુજરાતી,
સાહિત્ય જગતમાં દબદબો છે ગુજરાતી.
ભાવનાઓથી ભરેલાં દાતાર ગુજરાતી,
દેશ પરદેશમાં વસે ચારેકોર ગુજરાતી.
આધુનિક રહેણીકરણી ને બોલી ગુજરાતી,
પારંગીત વસ્ત્રો પહેરી દુનિયામાં ઘુમતા ગુજરાતી.
પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝનો ચટાકો કરે,
મજા માણે ને અંતે સંતોષ ગુજરાતી થાળીનો રહે.
સરસ્વતીને પૂજે સાહિત્યનો કલરવ ગુજરાતી,
વીર, વીરો, સંતો,ભકતોની પાવન ભૂમિ ગુજરાતી.
સોમનાથે બેઠા ભોળાનાથ દ્વારિકાનો નાથ ગુજરાતી,
સાબરને બનાસના કાંઠા સાથે નર્મદાનું નીર ગુજરાતી.
મને ગર્વ છે આ જગતમા હું છું ગુજરાતી,
આપણી સૌની આ ગૌરવ ભોમકા ગુજરાતી.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.*
➖〰️➖〰️➖〰️➖〰️➖
©Bhavna Bhatt
#scienceday વ્હાલું ગુજરાત... #nojota