થામ્યા વિના ;
હાથ છૂટી જાય,
સ્મિત ની ક્ષણો વિના;
અશ્રુ વહી જાય,
કોઈ સંસ્મરણ વિના ;
સ્મરણ રહી જાય,
જીવન નો હિસ્સો બન્યા વિના;
કિસ્સો થઈ જાય,
ડગલાંભર ના સાથ વિના ;
કોઈ ના પગરવ રહી જાય,
સંગાથ માણ્યા વિના ;
વિરહ નો વસમો લાગી જાય,
હકીકત એ નહિ કલ્પના એ પ્રણય આમ થાય,
જ્યાં હ્ર્દય ને ઇજાઓ બધી જ મૂઢમાર થાય.
-મલંગ
©Nensi Suchak 'मलंग'
#WallPot