સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર જેવી છે જિંદગી
અંતે ખંખેરીને જ ઉભા થઇ જવાનું કથાકાર જેવી છે જિંદગી
રંગમંચ જેવી જીંદગીમાં જુદાજુદા કિરદાર ભજવવાના
વાસ્તવમાં અને પડદા પર અલગ કલાકાર જેવી છે જિંદગી
દરેક સમસ્યાનું સમાધાન છે અમારી પાસે જો હોય એ તમારી
અમારી સમસ્યા માટે તો માત્ર સલાહકાર જેવી છે જિંદગી
ગમે ત્યારે વળાંક આવે, અલ્પવિરામ પૂર્ણવિરામ બની જાય
ક્યારેક ઝાકળ ક્યારેક વાછટ ક્યારેક મુશળધાર જેવી છે જિંદગી
જયકિશન દાણી
૦૭-૧૦-૨૦૨૪
©Jaykishan Dani
જેવી છે જિંદગી