તારા એ મિઠા સ્મિત ને જોતા રેહવું મને ગમે છે
તારા નયનરમ્ય નેણમા તરબતર રેહવું મને ગમે છે
જીવનના બધા ઉતાર ચઢાવમાં એક તુ સાથે રહે છે
પણ તારા વહાલ રુપી દરીયામાં ડુબી રેહવું મને ગમે છે
કોઇ બોલે આજે ને કોઈ અબોલા પણ કરતા રહે છે
સવાર સાંજ તારી સાથે વાતો કરતા રેહવું મને ગમે છે
લોકોનુ એ પ્રેમ રૂપી પાનેતર જાણે રોજ જાખું થાતું રહે છે
પણ તારા સ્નેહ રૂપી આલિંગન મા છુપાઇ રહેવું મને ગમે છે
લોકો વિતેલા સારા અને ખરાબ સમય ને પણ ભુલતા રહે છે
પણ તારી સાથે વિતાવેલા અમુલ્ય સમયને યાદ કરતા રેહવું મને ગમે છે
આજે પાસે નથી તુ તો શું થયું તારુ એ મંદ હાસ્ય સાથે રહે છે
તારી સાથે બેસીને વિચારેલા ભવિષ્યને વાગોળતાં રેહવું મને ગમે છે
- ઝિંકલ પાડલિયા "કલમ"
મને ગમે છે... | ઝિંકલ પાડલિયા "કલમ"
#MorningGossip