White માણસ જો માત્ર પોતાની જ ચિંતા કરે તો એનો બેડો પાર થઇ જાય! માણસ પોતાના કરતાં વધુ ચિંતા બીજા લોકોની કરતો હોય છે! કોણ શું કરે છે? એણે જે કર્યું છે એ બરોબર કર્યું છે કે નહીં? કોણે શું કરવું જોઇએ? એ વિશે માણસ ફટ દઇને અભિપ્રાય આપી દેતો હોય છે. કોઇના વિશે કંઇ કહેવું બહુ સહેલું છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એની જગ્યાએ હું હોવ તો હું આવું થવા જ ન દઉં! અરે ભાઈ, તું એની જગ્યાએ નથી! કોઇ કોઇની જગ્યાએ હોતું જ નથી. દરેક પોતાની જગ્યાએ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગ અને માનસિકતા મુજબ નિર્ણયો લેતા હોય છે.
©writer Devang Limbani
#GoodMorning