અપેક્ષા મારી.
દેવ બનીને શું કરવું માણસ થવાની અપેક્ષા મારી.
સ્વર્ગનાં સુખ તુચ્છ, ધરામાં વસવાની અપેક્ષા મારી.
વિશાળ બંગલામાં રહીને પછી મારે શું કરવાનુંને,
કોઈ રંક ઝૂંપડીમાં શાતિથી રહેવાની અપેક્ષા મારી.
ધનદોલતને માલમિલકત ના બેંકબેલેન્સ લોભાવતાં,
જીવવા પૂરતું જમી ભૂખ્યાં જમાડવાની અપેક્ષા મારી.
માનસન્માનને વાહવાહી મને સુખ આપી શકનારાં,
જનેજનના ઉરમાં વસી, સ્થાન લેવાની અપેક્ષા મારી.
મળી જાય મને માધવ જો દરિદ્રનારાયણના વેશમાં,
એનાં દુઃખ દૂર કરી ,સાચી સાધના કરવાની અપેક્ષા મારી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
©ચૈતન્ય જોષી
અપેક્ષા મારી