*****તમારા વગર***** સવાર બપોર સાંજ રાત લાગે શૂન્ય | ગુજરાતી Poetry

"*****તમારા વગર***** સવાર બપોર સાંજ રાત લાગે શૂન્ય, તમારા વગર અહીં મહેફિલની શરૂઆત લાગે શૂન્ય, તમારા વગર કરોડોનો હિસાબ કરતી વેળાએ, પાછો એજ વિચાર કરોડોના નફાનો હિસાબ લાગે શૂન્ય, તમારા વગર નવ ગ્રહ ને અસંખ્ય તારલાઓ નીચે ઊભો હોઉં છતાં આ અદભૂત કાયનાત લાગે શૂન્ય, તમારા વગર લખું ભૂસુ, લખું ભુસુ, પણ કલમને કઈ ના સૂઝે શબ્દોને, મારા જઝબાત લાગે શૂન્ય, તમારા વગર ને આવી વાહ વાહ નો શું અર્થ? જયકિશન કે અમને અમારી જાત લાગે શૂન્ય, તમારા વગર જયકિશન દાણી ૦૮-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani"

 *****તમારા વગર*****

સવાર બપોર સાંજ રાત લાગે શૂન્ય, તમારા વગર
અહીં મહેફિલની શરૂઆત લાગે શૂન્ય, તમારા વગર

કરોડોનો હિસાબ કરતી વેળાએ, પાછો એજ વિચાર
કરોડોના નફાનો હિસાબ લાગે શૂન્ય, તમારા વગર

નવ ગ્રહ ને અસંખ્ય તારલાઓ નીચે ઊભો હોઉં છતાં
આ અદભૂત કાયનાત લાગે શૂન્ય, તમારા વગર

લખું ભૂસુ, લખું ભુસુ, પણ કલમને કઈ ના સૂઝે 
શબ્દોને, મારા જઝબાત લાગે શૂન્ય, તમારા વગર

ને આવી વાહ વાહ નો શું અર્થ? જયકિશન
કે અમને અમારી જાત લાગે શૂન્ય, તમારા વગર

જયકિશન દાણી 
૦૮-૦૧-૨૦૨૫

©Jaykishan Dani

*****તમારા વગર***** સવાર બપોર સાંજ રાત લાગે શૂન્ય, તમારા વગર અહીં મહેફિલની શરૂઆત લાગે શૂન્ય, તમારા વગર કરોડોનો હિસાબ કરતી વેળાએ, પાછો એજ વિચાર કરોડોના નફાનો હિસાબ લાગે શૂન્ય, તમારા વગર નવ ગ્રહ ને અસંખ્ય તારલાઓ નીચે ઊભો હોઉં છતાં આ અદભૂત કાયનાત લાગે શૂન્ય, તમારા વગર લખું ભૂસુ, લખું ભુસુ, પણ કલમને કઈ ના સૂઝે શબ્દોને, મારા જઝબાત લાગે શૂન્ય, તમારા વગર ને આવી વાહ વાહ નો શું અર્થ? જયકિશન કે અમને અમારી જાત લાગે શૂન્ય, તમારા વગર જયકિશન દાણી ૦૮-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani

તમારા વગર poetry lovers

People who shared love close

More like this

Trending Topic