#TheatreDay "માણસ એક કિરદાર અનેક"
સવાર થી સાંજ સુધી ની ભાગમ દોડ માં, વેશ અંહિ ઘણાં બદલાય છે
કર્મચારી, દોસ્ત, પિતા, પતિ અને વડીલ બની, બધાં કિરદાર ભજવાય છે.
દર્દ નો દરિયો ભલે ભર્યો હોય દિલ માં, છતાં રહે છે હંમેશ બસ મસ્તી માં
રહે છે હસતો સૌ સામે અને, આંસુ બસ ખાલી મહેફિલ માં છલકાય છે
દિવસ ભર ની ઘટનાઓ માં અથડાય ને, દરેક બાજુ થી કેવો ઘડાય છે
એટલે તો સાંજે ઘરે જઈ ને પ્રિયતમા અને સંતાનો ની સામે મંદ મંદ મલકાય છે
અઠવાડિયા નાં અંત ને જોઈ ને, નિરાંત જરાક જ્યાં એ પામે છે
ત્યાં કોઈ અકારણ આવેલ કારણ માં એ ફરી પાછો સપડાય છે.
સવાર થી સાંજ સુધી ની ભાગમ દોડ માં વેશ અંહિ ઘણાં બદલાય છે
©Vijay Gohel Saahil
#theatreday