" કોશિશ"
હું ક્યાં કહું છું કે,
હું હંમેશા મીઠી જ હોઈશ.
પણ ક્યારેક ખાટી છું તો કેમ?
એ સમજવાની કોશિશ તો કર.
હું ક્યાં કહું છું કે,
હું બધી રીતે પરફેક્ટ જ છું.
પણ જેવી છું એવી જ,
મને અપનાવવાની કોશિશ તો કર.
- ખુશી
હું ક્યાં કહું છું કે,
હું બધા સંબંધોને હંમેશા ન્યાય આપી શકીશ.
પણ જ્યારે કમજોર પડું,
ત્યારે સાથ આપવાની કોશિશ તો કર.
હું ક્યાં કહું છું કે,
મારા બોલ્યા વગર જ તું મને સમજી જા.
પણ જ્યારે કઈ બોલું છું તો ,
એ શબ્દોમાં છુપાયેલી ભાવનાઓને સમજવાની કોશિશ તો કર.
©khushboo shah